| Weight | 250 g |
|---|
ગુંદરપાકની સામગ્રી: દેશી ઘી ૫ કિગ્રા , કોપરા છીણ ૫૦૦ ગ્રામ , કરકરો અડદ લોટ ૪૦૦ ગ્રામ , શીંગોડા લોટ ૨૦૦ ગ્રામ અસારીયો ૨૫ ગ્રામ , મેથી લોટ ૧૦૦ ગ્રામ , ગુંદર ૧૫૦ ગ્રામ , સાકર ૧૦૦ ગ્રામ , ગુંદર ૧૫૦ ગ્રામ , સાકર ૧૦૦ ગ્રામ , મધ ૪૦૦ ગ્રામ , બદામ ૧૫૦ ગ્રામ , કાજુ ટુકડા ૧૫૦ ગ્રામ , પીસ્તા ૧૦૦ ગ્રામ , ચારોલી ૧૦૦ ગ્રામ , મગજતળી ૧૦૦ ગ્રામ , ખસખસ ૧૦૦ ગ્રામ , એલચી ૧૦ ગ્રામ , ખજૂર ૨૫૦ ગ્રામ અને ગોપાલ બત્રીસું-કાંટલું ૧૦૦ ગ્રામ.
ગુંદરપાક બનાવવાની રીત: ગુંદરને તળ્યા બાદ પાવડર કરવો. અડદનો લોટ શેકવો ખજૂરના ટુકડા કરી તળી લેવા. બધો મેવો અધ કચરો કુટવો ગોળને ઘી માં ગરમ કરવો ફુલે એટલે ઉતારી તેમાં શીગોડાનો લોટ, અડદનો શેકેલો લોટ તથા મેવો મીક્સ કરવો ત્યારબાદ મધ મીક્સ કરી થાળીમાં ઠંડુ કરવા મુકવું અને ચોરસ પીસ કરવા.
સુખડીની સામગ્રી: દેશી ઘી ૧ કીગ્રા. , ગોળ ૯૦૦ ગ્રામ , કરકરો ઘઉંનો લોટ ૧ કીગ્રા. , ગુંદર ૨૫૦ ગ્રામ , ટોપરા છીણ ૧૦૦ ગ્રામ , એલચી ૧૦ ગ્રામ , દળેલી સાકર ૧૦૦ ગ્રામ , મીક્સ ડ્રાયફ્રુટ ૨૫૦ ગ્રામ, ખસખસ ૨૫ ગ્રામ અને ગોપાલ બત્રીસુ-કાટલું ૨૫૦ ગ્રામ.
સુખડી બનાવવાની રીત: ગુંદરને તળી લેવું, લોટ ઘી માં શેકવો (આછો બ્રાઉન શેડ) ગરમા ગરમ લોટમાં ગુંદર, ટોપરાનું છીણ અને ગોપાલ કાંટલું નાંખી દેવું અને બીજી કઢાઈમાં ઘી ગરમ કરી ગોળ નાંખી પાઈ (શેકાઇ) કરવી, પાઈને શેકેલા લોટમાં નાંખી મીક્સ કરવું. ત્યારબાદ બધો ડ્રાયફ્રુટ નાંખવો પછી થાળીમાં ઠંડુ કરવા મુકવું. ઉપર ખસખસ છાંટવી અને ચોરસ પીસ કરવા. ઉપર મુજબ સામગ્રી લઈને સુખડી બનાવવવી તેમાં ૧૦૦ ગ્રામ મેથીનો લોટ મીક્સ કરવો પછી લાડું વાળવા.
નોંધ: મેથીના લાડુમાં માત્ર ૧૦૦ ગ્રામ ગોપાલ કાંટલું મિક્સ કરવું.

Niharika Kunvat –
H.K Gopal Kantalu is amazing.